હળવદ નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

- text


હળવદ : હળવદ નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ધાંગધ્રાના ફુલગલી જોકિયા કુવા પાસે રહેતા અકબરભાઈ ઉસ્માનભાઈ લાલોડિયા નામનો યુવાન પોતાના મોટર સાયકલ લઈને હળવદના સુખપર ગામના પાટિયા પાસેથી કોઈ કામસર પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેમનું બાઇક રોડ પરના ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઇજા થવાથી આ બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text