મોરબી : નવજીવન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત-વિજ્ઞાનના મોડલો તૈયાર કરાયાં

- text


મોરબી : મોરબીમાં આગામી 12 સપ્ટે.ના રોજ યોજાનાર મોરબી જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદશનના ભાગરૂપે નવજીવન ડે એન્ડ રેસીડેન્સી લ સ્કૂલના માધ્યમિક વિભાગ નાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત-વિજ્ઞાનના અદ્ભૂત મોડલો જેવા કે સોલાર સ્ટ્રીટ લાઇટ, ટપક પદ્ધતિ, સોલાર બોટ, સોલાર હીટર, કોઉંગો વાઈરસ, જળ સંચન પરિકલ્પના, ગણિત ગમ્મત, ચંદ્રયાન, વાયરલેસ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોરમેશન, સ્વચ્છ ભારત સહિત કુલ 51 કૃતિઓ બનાવવામાં આવી હતી. આ કૃતિઓ માટે વિજ્ઞાનના શિક્ષક હિરેનભાઈ જોષી તથા જયભાઈ બારૈયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કૃતિઓ બનાવવા બદલ શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી. બી. પાડલીયા તથા આચાર્ય અતુલભાઈ પાડલીયાએ દરેક વિદ્યાર્થીને તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા તથા વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ સમગ્ર નવજીવન વિદ્યાલય પરિવારે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

- text