મોરબીના યુવા ક્રિકેટરની અમદાવાદમાં યોજાનાર જીવન કપ માટે પસંદગી

- text


મોરબી : મોરબીની એક્સેલ ક્રિકેટ એકેડમીમાં હાલમાં જુનિયર – સિનિયર અનેક ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમાંથી અંડર-19 સૌરાષ્ટ્ર સ્ટેટની ટીમમાં પ્રેક્ટિસ કરતા રુદ્ર ઝાલાની અમદાવાદમાં આગામી 23 સપ્ટે.થી યોજાનાર જીવન કપ માટે પસંદગી થયેલી છે. તે બદલ કોચ નિશાંત જાની અને વિશાલ ભીમાણીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા તથા ભવિષ્યમાં આઈ.પી.એલ.ની ટીમમાં તેઓ સ્થાન પામે તેવી શુભેચ્છા આપી હતી. તેમજ તેમની સાથે પ્રેક્ટિસ કરી રહેલા સાથી ક્રિકેટરો એ પણ તેમને શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં રુદ્ર ઝાલા મોરબીની અંડર-19 ટીમના કપ્તાન તરીકે સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે.

- text