મોરબી જિલ્લામાં બાંધકામ માટેના પ્રથમ ઓનલાઈન પ્લાનને મંજૂરી અપાઈ

- text


બાંધકામ પરવાનગી માટે ઓનલાઈન સિસ્ટમ શરૂ

મોરબી : મોરબીમાં ગુજરાત સરકાર દ્વારા બાંધકામ પરવાનગી માટે ઓનલાઈન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.જેને પગલે મોરબી જિલ્લામાં બાંધકામ માટેના પ્રથમ ઓનલાઈન પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.

- text

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાંધકામ પરવાનગી માટે કરવામાં આવેલ ઓનલાઇન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં નવી વેબસાઈટ ઇ – નગર તા.1 જુલાઈના રોજ શરૂ કરવામાં આવી હતી. એ સાથે જ મોરબીનાં લાભાર્થી એસોસીએટ્સ કંપનીના યુવા એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા તથા એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યા દ્વારા મોરબી નગરપાલિકામાં તથા મોરબી જિલ્લામાં પણ પ્રથમ ઇ – નગર ઓનલાઈન પ્લાન એપ્રુવડ કરવામાં આવી હતી. જેનું આજે મોરબી નગરપાલિકાનાં ચીફઓફિસર સાગર રાડિયા તથા નોડલ ઓફિસર હેમાદ્રી ચૌહાણ તથા સોફ્ટેક સાહેબ મયંકભાઇ સોલંકીનાં સપોર્ટ દ્વારા પ્લાન તા.31 ઓગસ્ટનાં રોજ મંજૂરી આપવામાં આવી હતી. જે આજે રૂબરૂ ચીફ ઓફિસરની મુલાકાત લઈ આભાર સાથે મંજૂર થયેલ પ્લાન આપ્યો હતો.

- text