મોરબીના મહેન્દ્રપરાના જોખમી નાલામાં પોલીસની જીપ ફસાઈ

- text


મહામહેનતે જીપને બહાર કઢાઈ: તંત્રના પાપે ફરી આજે વરસાદમાં ઠેરઠેર પાણી ભરાતા મુશ્કેલીઓ સર્જાઈ

મોરબી : મોરબીના મહેન્દ્રપર વિસ્તારમાં આવેલ અને વાહન ચાલકો માટે જોખમી બનેલા નાલામાં આજે પોલીસની જીપ ફસાઈ ગઈ હતી. જીપ નાલાના ખાડામાં ઘુસી ગયા બાદ તેને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. જયારે આજે વરસાદ પડ્યા બાદ ઠેરઠેર પાણી ભરાતા તંત્રના પાપે આવી અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જાઈ હતી. જાણે પાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ લોકોની સમસ્યાઓ ચિંતાજનક હદે વધી રહી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રપરા નંબર 19, આસ્વાદ પાનની સામે આવેલ નાલાના ખાડામાં આજે મોરબી જિલ્લા પોલીસની જીપ ઘુસી ગઈ હતી. નાલાના પાણીમાં પોલીસની ઘૂસી જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી.બાદમાં મહામહેનતે આ જીપને બહાર કાઢવામાં આવી હતી. જોકે ગત વખતના ભારે વરસાદને પગલે આ જગ્યાનું નાલું ઘણું જોખમી થઈ ગયું છે અગાવ લાંબા રૂટની એસટી બસો આ જોખમી નાલામાં ફસાઈ હતી. તેમજ અનેક વાહનો પણ નાલામાં બુરી રીતે ફસાયા હતા.વાહન ચાલકો માટે નાલું જોખમી બની ગયું હોવા છતાં તંત્ર છેલ્લા ઘણા દિવસોથી કોઈ નક્કર કામગીરી ન કરતા આજે તંત્રના પાપે પોલીસની જીપ ફસાઈ હતી.આજે શહેરમાં એકથી દોઢ ઈંચ જેવો વરસાદ પડ્યો છે ત્યાં જ ફરીથી ઠેરઠેર પાણી ભરાયા છે. રોડ પર ખાડાઓ અને જોખમી બનેલા આવા નાલા પાસે પાણી ભરાતા લોકોને આજે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી હતી.

- text

- text