મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું ભક્તિભાવપૂર્વક પ્રસ્થાન

- text


ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજના હસ્તે પદયાત્રાનું પ્રસ્થાન થયું : જય માડી અંબેના જયઘોષ સાથે પદયાત્રિકો અંબાજી જવા રવાના થયા

મોરબી : મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આજે દરવર્ષની માફક ભક્તિભાવપૂર્વક પ્રયાણ થયું હતું. જેમાં ધારાસભ્ય બીજેશ મેરજાના હસ્તે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં જય માડી અંબેના જયઘોષ સાથે પદયાત્રિકો અંબાજી જવા રવાના થયા હતા.
અંબાજી ખાતે દર ભાદરવી અમાસે ભક્તિભાવ પૂર્વક મેળો ભરાય છે. આથી ભવિકોમાં દર ભાદરવી અમાસે પગપાળા ચાલીને અંબાજી માનતાજીના દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે. તેથી મોરબીથી દર વર્ષ અનેક શ્રદ્ધાળુઓ અંબાજી જઈને ભાદરવી અમાસે માતાજીના દર્શનનો શ્રધ્ધાભેર લાભ લે છે અને દર વર્ષે મોરબીના જય અંબે ગ્રુપ દ્વારા સુરેશભાઈ નાગપરાના માર્ગદર્શન હેઠળ મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આથી આ વર્ષે પણ મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ પદયાત્રા સંઘનું અસ્થાભેર પ્રયાણ થયું હતું.જેમાં 21માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા આ પદયાત્રા સંઘ શહેરના રવાપર રોડના યોગેશ્વર નગરથી અંબાજી જવા રવાના થયો હતો.

- text

આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે પદયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. તેમણે પદયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને અંબાજી માતાજીના દિવ્યઘોષ સાથે અનેક પદયાત્રિકો પગપાળા ચાલીને અંબાજી ખાતે જવા રવાના થયા હતા.

- text