મોરબી : સરદાર વલ્લભભાઈની પ્રતિમાઓની સફાઈ કરી હારતોરા કરાયા

- text


મોરબી : ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મોરબીમાં બે જગ્યાએ આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓને સ્વચ્છ કરી તેને હારતોરા કરવામાં આવ્યા હતા. નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમજ સરદાર બાગમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાફ -સફાઈ કરી ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા. આ તકે મોરબી જિલ્લા સંયોજક, મોરબી તાલુકા અને મોરબી નગર સંયોજક હાજર રહ્યા હતા.

- text