ટંકારા : ઇન્ડીયન લાયન્સ કલબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

- text


ટંકારા : ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા જયંતિભાઈ બારૈયા અને તેમની ટીમના શપથવિધિ અને પદગ્રહણ સમારોહનું આયોજન લાઈફ લિકંસ વિધાલય ટંકારા ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે ટંકારા તાલુકા માટે દોડધામ કરતા પોલીસ અધિકારી અને વિજ કર્મચારી ને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમ મા નાંમકિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

જેમા કૌશિકભાઈ ટાંક (ઇન્ડીયન લાયન્સ નેશનલ ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી), શપથગ્રહણ પુરોહિત ઇ.લા. વિજયાબેન કટારીયા (ઇન્ડીયન લાયન્સ નેશનલ સ્ટેટ સેક્રેટરી), અતિથિ વિશેષ પ્રફુલભાઈ રાજપૂત ઇ.લા. નેશનલ વેસ્ટ સેકટર કો-ઓર્ડીનેટર, વિશેષ અતિથિ ઇ.લા. ભાવેશભાઈ દોશી પ્રમુખ, ઇન્ડીયન લાયન્સ, મોરબી ઇ.લા. રમણભાઈ મહેતા ગાઈડનર, ઇન્ડીયન લાયન્સ, ટંકારા-મોરબીની હાજરીમા શપથવિધિ યોજાઇ હતી.

આ તકે દિનેશભાઈ વાઘરીયા સરપંચ, કલ્યાણપર, વિનોદભાઈ ટી. સુરાણી ટંકારા માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી , વિવેકભાઈ રાજકોટીયા મંત્રી, ટંકારા પંચાયત પટેલ સમાજ ના રશિક દુબરીયા બ્રહ્મમસમાજ ના શશિભાઇ આચાર્ય .લલિત ભાઈ આશર મનિષ ભમ્મર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ટંકારા અતિ ભારે વરસાદ ને કારણે ફસાયેલા પરીવાર ને બહાર કાઢી લાવનાર થાણા અધિકારી એલ બી બગડા પુથ્વીરાજ જાડેજા ને ફિરોજખાન પઠાણ ને શાલ ને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા

જયારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે સતત વિજળીને ધર ધર સુધી પહોંચતી રાખનાર પી. જી. વિ. સી.એલ. ના. ઈ. સોજીત્રા અને તેની ટીમ ના કર્મચારી અને કોન્ટ્રાક્ટરો ની કામગીરી ને બિરદાવી તેનુ પણ સન્માન પત્ર આપ્યું હતું.

- text

- text