ભણવું ગમતું ન હોવાથી રાધનપુરથી ગુમ થયેલા બાળકને માળીયા પોલીસે શોધી કાઢ્યો

- text


બાળકને તાવ આવતો હોવાથી માળીયા પોલીસે તેને માળીયા હોસ્પિટલમાં સારવાર અપાવીને રાધનપુર પોલીસને કબ્જો સોંપી દેવા તજવીજ હાથ ધરી

મોરબી : રાધનપુરમાં ભણવું ગમતું ન હોવાથી થોડા દિવસો પહેલા ગુમ થયેલા બાળકને માળીયા પોલીસે શોધી કાઢ્યો હતો.જોકે આ બાળકને તાવ આવતો હોવાથી માળીયા પોલીસે તેને સારવાર અપાવીને આ બાળકનો કબ્જો રાધનપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

- text

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ડીવાયએસપી બન્નો જોશી અને માળીયા પી.એસ.આઇ.જે.ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ માળીયા મિયાણા પોલીસ સ્ટાફ જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ લોખીલ સહિતના માળીયા વિસ્તારમાં આજે પેટ્રોલીગ કરી રહ્યા હતા.તે સમયે માળીયા ભીમસર ચોકડી પાસે એક સગીર બાળક રડતો હોવાથી તેની પૂછપરછ કરતા આ બાળકે પોતાનું નામ કિરણ મનજીભાઈ ઠાકોર ઉ.વ.15 રહે રાપર કચ્છ હોવાનું જણાવ્યું હતું અને પોતે રાધનપુર ગામે આવેલ ઉત્તર બુનિયાદી શાળામાં ધો.10માં ભણતો હોય પણ તેને ભણવું ગમતું કોઈને કહ્યા વગર ગત તા.28ના રોજ માડલા ગામેથી નીકળી ગયો હોવાની આ બાળકે પોતાની આપવીતી જણાવી હતી આથી માળીયા પોલીસે રાધનપુર પોલીસ પાસે તપાસ કરતા આ બાળકનો અપરહરણનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.આથી માળીયા પોલીસે આ બાળકને શોધી કાઢીને તેને તાવ આવતો હોવાથી માળિયાની હોસ્પિટલમાં સારવાર અપાવીને રરાઘનપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

- text