હળવદમાં કોંગો ફીવરના બે કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

- text


આરોગ્ય તંત્રએ તુરંત હળવદ દોડી જઈને અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે અને ફોગીંગ સહિતની કામગીરી કરી પશુઓના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલ્યા

મોરબી : હળવદ નજીક બે દિવસ પહેલા કોંગો ફીવરના ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.હળવદમાં બે કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અને આરોગ્ય તંત્રએ હળવદ દોડી જઈને અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન કામગીરી કરી છે.

 

મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી કોંગો ફીવરના કેસ અંગે મળતી સતાવાર માહિતી મુજબ બે દિવસ પહેલા હળવદ માળીયા હાઇવે પર આવેલ આસ્થા ટેકનોપ્લાસ્ટ કરખાનમાં કામ કરતા ત્રણ મજૂરોને કોંગો ફીવર શંકાસ્પદ લક્ષણો દેખાતા ત્રણેયને તાકીદે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા.આથી મોરબીના આરોગ્ય તંત્રએ આ ત્રણેય દર્દીઓના રોપોર્ટ પુના ખાતે મોકલ્યા હતા. જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.અને એક નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.જોકે આ ત્રણેય દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે અને સ્વસ્થ હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.બે દર્દીઓને કોંગો ફીવરના પોઝિટિવ રિપોર્ટ આવતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા તથા સી.એલ વારેવડીયા તેમની મેડિકલ ટીમ સાથે હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

- text

મોરબીના આરોગ્ય તંત્રની ટીમે આ દર્દીઓની સાથે કારખાનામાં કામ કરતા 49 મજૂરોના રિપોર્ટ કરાવ્યા હતા.જેમાંથી 11 મજૂરોને કોઈ તકલીફ ન હોય પણ બ્લડનેશ ઓછું હોવાને કારણે સાવચેતીના ભાગરૂપે હાલ આ 11 લોકોને રાજકોટ મેકીકલ કોલેજમાં અન્ડર ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.તેમજ હળવદ વિસ્તારમાં 10 કારખાના અને પાંચ જેટલી વાડીઓમાં 1500ની વસ્તીમાં આશરે 393 ઘરોમાં સર્વેની કામગીરી કરી હતી.તેમજ ફોગીગ,એબેટ તથા સ્પ્રેની કામગીરી કરવામાં આવી હતી.જોકે આ રોગ પશુઓમાંથી ઉદ્દભવતો હોવાથી પશુપાલન વિભાગ દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારમાં 9 ઢોર અને ચાર ઈતરડીના સેમ્પલ લઈને લેબોરેટરી માટે પુના મોકલ્યા છે.

- text