વાંકાનેરના રાજ્યગુરૂ નાગાબાવાજીના મંદિરે મોટી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી : ભજીયા જલેબીના પ્રસાદનું અનેરું મહત્વ

- text


આ પ્રસાદ લેવાથી વર્ષ દરમ્યાન બીમારી લાગુ પડતી નથી

વાંકાનેર : વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાજીના મંદિરે શ્રાવણ વદ નોમના રાત્રે ૧૨ વાગ્યે થતી મહાઆરતી પછી આપવામાં આવતા ભજીયા જલેબીના પ્રસાદનું અનેરૂ મહત્વ છે. કહેવાય છે કે આ ભજીયા જલેબીનો પ્રસાદ જે કોઈ વ્યક્તિ લે છે તેને વર્ષ દરમિયાન કોઇ બીમારી લાગુ પડતી નથી.

વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતોનો ફાળો રહ્યો છે. આ ત્રણેય સંતો તેમના ગુરૂની આજ્ઞા થી વાંકાનેરમાં કોમી એકતા માટે આવેલ અને રાજપરિવાર દ્વારા નાગાબાવાજીને રાજ્યગુરૂ નું સન્માન આપેલ.

વાંકાનેરમાં નાગાબાવા અને શાહબાવા ગઢીયા ડુંગરમાં પૂર્ણ કુટીર બનાવી રહેતા હતા. એક દિવસ ધાંગધ્રા સ્ટેટ ના 151 ઘોડેસવારો સાથે રાજકુમાર આવેલ અને તેમની કુટિરમાં આશરો લીધેલ ત્યારે નાગાબાવાએ એક થાળીમાં રહેલ લાડવા અને ગાંઠીયા પર ખપ્પર ઢાંકી બધાં લોકોને ભરપેટ જમાડેલ અને પાણી પીવા માટે ચીપીયાનો ઘા કરેલ જ્યાં ચીપીયો પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બનેલ અને બધાએ ત્યાંથી પાણી પીધું આજે પણ આ વીરડો ગઢીયા ડુંગરમાં છે અને મીઠું પાણી આજે પણ મળી રહ્યું છે.

 

નાગા બાવા એ સિદ્ધી યોગી હતા તેઓ કાયાપલટ પણ સારી રીતે કરનાર હતા વાંકાનેરના રાજવીને તેઓએ ધુણા પર બેસી યોગી માંથી વિકરાળ સિંહ તરીકે પણ દર્શન આપેલ છે. નાગાબાવા ની આગલા જન્મ ની માતા વાંકાનેર રહેતા હોય તેમના ઘરે અવારનવાર જઈ નાના છ મહિનાના બાળક બની માતાના ખોળામાં રમતાં હતા.

- text

ગુડિયા ડુંગરમાં પૂર્ણ કુટીર પાસે એક મસાણીયો વડ હતો લોકો આ વડ ની બાજુમાં ચિત્તા જલાવતા. એક દિવસ કોઈ સ્ત્રી મરણ જતાં લોકો ત્યાં અગ્નિદાહ દેવા માટે આવેલ પરંતુ વરસાદ વધુ હોવાથી ચિતા પ્રગટે તેમ ન હોય લોકો તે સ્ત્રીની લાશ ને વરસાદ રહ્યા બાદ અગ્નિદાહ આપશે તેમ નક્કી કરી વડ પર લાસ બાંધી ઘેર જતા રહેલ. રાત્રે રસોઈ ચાર વ્યક્તિઓની બનેલ જોઈ શાહબાવા એ કહ્યું કે કુટિરમાં તો આપણે ત્રણ જ વ્યક્તિ છીએ અને રસોઈ ચાર વ્યક્તિની બનેલ છે માટે અહીં કોઈ વ્યક્તિ હોવું જોઈએ ત્યારે પોતાની દિવ્યશક્તિથી જોઈ તે સ્ત્રીની લાશ ને પોતાની કુટીર પર લાવે છે અને શાહબાવા, નાગાબાવા અને વનમાળીદાસે હાથમાં પાણીની અંજલિ ભરી પોતાની સિધ્ધશક્તિથી તે સ્ત્રીને જીવીત કરી બ્રહ્મભોજન કરાવી તેના ઘરે મૂકી આવ્યા.

વાંકાનેર ના ઇતિહાસ સાથે નાગાબાવા નો અનેરો નાતો રહ્યો છે નાગા બાવાએ જામનગર સ્ટેટને વચન આપ્યું હતું કે તેઓ તેમના ઘરે જન્મ લેશે માટે શ્રાવણ વદ નોમના દિવસે તેઓએ જીવતા સમાધિ લીધી. તેઓની હાજરીમાં જ તેમની મૂર્તિ બનાવેલ અને તેમને વચન આપેલ છે કે નોમની રાત્રે બાર વાગ્યે મહાઆરતી બાદ જે કોઈ લોકો તેમના પ્રસાદમાં ભજીયા અને જલેબી ખાસે તેમને વર્ષ દરમ્યાન કોઈપણ બીમારીનો સામનો કરવો પડશે નહીં. લોકો દૂર-દૂરથી નોમની મહાઆરતીનો લાભ લેવા વાંકાનેર આવે છે અને પ્રસાદ ખાઈ નિરોગી રહે છે તેમજ લોકમેળાની રંગત માણે છે.

- text