વાંકાનેર માકેટીંગ યાર્ડમાં કપાસની આવક : 1486 રૂપિયામાં મણ વેચાયો

- text


વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક શરૂ થઇ છે નવા વર્ષમાં આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત કપાસ આવ્યો હતો જેમની હરરાજીમાં 1486 રૂપિયા પ્રતિ મણમાં વેંચાણ થયો હતો.

આજે તીથવા ગામના ખેડૂત ઉસ્માન વલીમામદ શેરસીયા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષેનો સૌ પ્રથમ કપાસ વેચાણ માટે લાવ્યા હતા, જે મેસેજ માર્કેટિંગ યાર્ડ ઓફિસમાં મળતાં માર્કેટિંગ યાર્ડ પ્રમુખ, ઉપપ્રમુખ, આગેવાનો અને સેક્રેટરી સેડ પર ગયા હતા અને નવા માલના વધામણા રૂપે શ્રીફળ વધેરી, પેંડા વહેંચ્યા હતા અને હરાજી કરવામાં આવી હતી. હરાજીમા કપાસના આ નાના જથ્થાનો રૂ. 1486 નો ભાવ આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કપાસના ભાવ જોઈને ખેડૂતોએ કપાસ વેંચવા માટે પડાપડી ન કરવી, એક બે દિવસ પછી થાળે પડે અને ભાવ રેગ્યુલાઇઝ થાય પછી વેચવો. કેમકે આ માલ પ્રથમ આવેલો હોવાથી સ્વાભાવિકપણે થોડો વધારે ભાવ આવ્યો હોય એવું બની શકે. આ વર્ષે ઘણાં બધા યાર્ડોમાં પ્રથમ આવેલ કપાસના ખૂબ ઊંચા ભાવમાં વેચાયાના બનાવો સામે આવ્યા છે. તેમજ એક યાર્ડમાં તો 1900 રૂપિયા સુધી નો ભાવ આવ્યાની ઘટના પણ સામે આવી છે. જે આંકડો જોતા જ વાસ્તવિકતા ન લાગે જેથી આવા ભાવની લાલચમાં આવીને ખેડૂતોએ નીચામાં કપાસ વેચવો પડે તેવી સ્થિતિ ન થાય એ માટે બજારને થોડી સ્થિર થવા દેવી જોઈએ

- text

 

- text