વાંકાનેર : વઘાસિયા ગામ નજીક ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત

- text


વાંકાનેર : મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાથી “કયુટોન સિરામીક” વચ્ચેના રસ્તે ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા થયેલા અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત થયુ હતું. જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

- text

હળવદના માણેકવાડા ગામના ધીરૂભાઈ મંગાભાઈ કટોણા (ઉંમર.વ ૨૧) તથા મેહુલ કાળુભાઈ કટોણા (ઉંમર.વ. ૨૧) ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહ્યા હતા. જેમાં ધીરૂ બાઇક ચલાવતો હતો. ત્યારે વઘાસીયા ટોલનાકા નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી બાઇક ચાલક ધીરૂભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા મેહુલને ઈજાઓ થતા તેને દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. વાંકાનેર સીટી પી.એસ.આઇ. એ.બી.જાડેજાએ આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text