હળવદમા બોળચોથની ઉજવણી : મહિલાઓએ ગૌમાતા અને વાછરડાનું પૂજન કર્યું

- text


હળવદ : આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમના પર્વનો મંગલ પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે ગૌમાતાનું પૂજન કરી પરિવારનું સુખમય આરોગ્ય સમૃદ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાયું હતું. ગૌ માતા અને તેના વાછરડાને ભોજન કરાવી કરી પૂજન કરવામાં આવ્યું હતું ઘણી સ્ત્રીઓ મંદિરમાં ગૌશાળાઓમાં તો ઘણી મહિલાઓ શેરીમાં ગાયોનું પુજન કરી ધન્યતા અનુભવી હતી.

- text

આજે બોળ ચોથના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ વ્રત રાખી વાછરડાની પૂજા કરી આખો દિવસ કોઈપણ વસ્તુ ખાંડતિ નથી. દરાવતી પણ નથી તેમજ છરી ચાકા વડે શાકભાજી સુધારતી નથી. ઘઉનો ત્યાગ કરી બાજરાના રોટલા અને મગ ખાઈને એકટાણું કરી દૂધ દહીંનો પણ ત્યાગ કરે છે બોળ ચોથની મહત્વ ધરાવતી કથા વાર્તાનું વાંચન કરી પ્રાચીન સમયની કથા કરીને બોળચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમની પૂજા કરી બોળચોથ ની ઉજવણી કરે છે. આ પ્રકારે હળવદમા પણ સૌભાગ્યવતી મહિલાઓએ ઉજવણી કરી હતી.

- text