મોરબી પાલિકાએ હંગામો : ઉભરાતી ગટરોના પ્રશ્ને મહિલા સહિતના ટોળાએ કર્યો ચક્કાજામ

- text


મહેન્દ્રપરા અને માધાપર પ્રશ્ને રજુઆત કરવા આવેલા રહીશોના ટોળાએ નગરપાલિકાનો ગેટ બંધ કર્યો : એ ડિવિઝન પોલીસ હાલ ઘટના સ્થળે પોહચી મામલો થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા

મોરબી : મોરબીના મહેન્દ્રપરા અને માધપરમાં ગટરના પાણી ભરાતા હોવાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે. અંતે આજે સ્થાનિકો ધીરજ ગુમાવીને નગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. જ્યા તેઓએ પાલિકાનો ગેટ બંધ કરીને રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ અને પાલિકા તંત્રે લોકોને સમજાવાના પ્રયાસો હાથ ધરી મામલો થાળે પાડવા મેહનત કરી રહી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રપરા અને માધાપર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભરાવાની સમસ્યા છે. જેના કારણે ત્યાંના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે પાલિકાને તેમજ કલેકટરને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામા ન આવતા આજે રોષે ભરાયેલા સ્થાનિકોનું ટોળું નગરપાલિકા કચેરીએ રજુઆત કરવા ધસી આવ્યું હતું. આ ટોળાએ નગરપાલિકાનો ગેટ બંધ કરી દીધો હતો. સાથે આ ટોળાએ સિવિલ હોસ્પિટલ અને શાકમાર્કેટ વાળો રોડ ચક્કાજામ કરી દીધો હતો.

આ ઘટના અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તુરંત જ રોડને ખુલ્લા કરાવ્યા હતા. આ અંગે ત્યાંના સ્થાનિક મનીષભાઈ ભોજાણીએ કહ્યું કે મહેન્દ્રપરા અને માધપરમાં છેલ્લા એક મહિના સુધી પાણી ભરાયેલા રહે છે.જેના કારણે અહીં રહેતા લોકોને ગંદા પાણીમાં જ અવરજવર કરવી પડે છે. જેથી અનેક લોકોને, પગમા રોગ લાગુ પડી ગયો છે. અમુક હાલ હોસ્પિટલોમા સારવાર પણ લઈ રહ્યા છે. ઘણા લોકોને પગમાં ફોડલા પણ થઈ ગયા છે.

હાલમાં આ હંગામાંથી ભારે અફડાતફડી મચી ગઈ છે. હાલ તો પોલીસ અને પાલિકા તંત્ર રોષે ભરાયેલા સ્થાનિકોને સમજાવાના પ્રયાસો કરી રહ્યા છે. પાલિકા તંત્રએ આ બાબતે તરત યોગ્ય કાર્યવાહી કરવાનું પણ આશ્વાસન આપેલ છે.

- text

- text