વાંકાનેર : બાળકને વિના કારણે ગાળો દઈને લાકડીથી માર માર્યાની ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે વિના કારણે ગાળો દેવા મુદે એક શખ્સે પોતાના પુત્રને માર માર્યો હોવાની મહિલાએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પર્વતીબેન જેઠાભાઇ ગુગડીયા ઉ.વ.35 નામની મહિલાએ તે જ ગામમાં રહેતા પિન્ટુભાઈ લાલજીભાઈ વોરા સામે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે,ગઈકાલે આરોપીએ ફરિયાદી મહિલાના દીકરા નિલેશને વિના કારણે ગાળો દેતો હોય જેથી ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ નિલેશને લાકડી વતી માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.વાંકાનેર પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text