મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં 440 ક્યુસેક પાણીની આવક

- text


મિતાણા ડેમમાં 709 ક્યુસેક અને 360 ક્યુસેક પાણીની આવક : ખેડૂતો ખુશખુશાલ

મોરબી : મોરબી પંથકમાં આજે સવારથી મેઘો મહેરબાન થયો છે. ત્યારે વરસાદના કારણે અનેક ડેમોમાં નવા નિરની આવક શરૂ થઈ છે. મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં 440 ક્યુસેક, મિતાણા ડેમમાં 709 ક્યુસેક અને 360 ક્યુસેક પાણીની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ મોરબી પંથકને મેઘરાજાએ સાવ સૂકો રાખ્યો હતો. પરંતુ આ રાઉન્ડમાં જાણે મોરબી પંથક ઉપર મેઘરાજા રીતસર મહેરબાન થયા હોય તેમ ધીમી ધારે નુકશાન કર્યા વગર વરસી રહ્યા છે. આ વરસાદના કારણે અનેક ડેમોમાં નવા નિરની આવક શરૂ થઈ છે. મોરબીના જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમમાં 440 ક્યુસેક પાણીની આવક નોંધાણી છે.

આ જ રીતે ટંકારા તાલુકાના મિતાણા ડેમની કુલ સપાટી 23 ફૂટની છે. જેમાં 709 ક્યુસેક પાણીની આવક થતા ડેમમા 17.42 ફૂટની સપાટીએ પાણી પહોંચ્યું છે. જ્યારે નસીતપર ડેમ 19.70 ફૂટની કુલ સપાટી ધરાવે છે. હાલ સુધી ખાલી ખમ હાલતમાં હતો પરંતુ વરસાદના કારણે 360 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરાંત બંગાવડી ડેમ 20.80 ફૂટની સપાટી ધરાવે છે. જેમાં પાણી 5.80 ફૂટની સપાટી સુધી હતું. હાલ ડેમમાં નવા નિરની આવક થઈ નથી. પરંતુ આજ રીતે વરસાદ વરસશે તો આ ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ જશે.

- text

ટંકારા મામલતદાર પંડયા અને ટીડીઓ સ્ટેન્ડ બાઈ, કંટ્રોલ રૂમ સતત ધમધમતા

મોરબીના સમાચારો સરળતાથી વાંચવા માટે અમારી Morbi Update એન્ડ્રોઈડ એપ્લિકેશન ડોઉનલોડ કરો અને મેળવવા રહો મોરબી જિલ્લાના તમામ તાજા સમાચારો : https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text