મોરબી : ગેસ્ટ હાઉસવાળાના ખુલ્લા લેટરીન કનેક્શનથી ત્રસ્ત દુકાનદારની કલેકટરને રજુઆત

- text


ગેસ્ટ હાઉસના માલિક દ્વારા નિયમોના ઉલાળીયા કરીને બેફામ ગંદકી કરવામાં આવતી હોવાના આક્ષેપ

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ સામે એક ગેસ્ટ હાઉસવાળાના ખુલ્લા લેટરીન કનેક્શનથી ત્રસ્ત દુકાનદારે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જેમાં તેણે ગેસ્ટ હાઉસના માલિક દ્વારા નિયમોના ઉલાળીયા કરીને બેફામ ગંદકી કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ સામે ટી પોસ્ટની બાજુમાં જય ભવાની સેલ્સ નામની દુકાન ધરાવતા અમૃતલાલ લાલજીભાઈ ભોજાણીએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી હતી કે તેઓની દુકાન ઉપર વ્રજ ગેસ્ટ હાઉસ આવેલ છે. જેના માલિક દ્વારા લેટરીનના આડેધડ બાંધકામ કરીને મન ફાવે ત્યાં ખુલ્લા કનેક્શન બીજા દુકાનદારોની મંજૂરી વગર મૂકી દીધા છે. આ કનેક્શન ખુલી ગટરમાં નખાયા છે. જેનાથી તેમાં મળ મૂત્ર જાય છે.આનાથી રોગચાળાની પણ ભીતિ છે. ઉપરાંત આ વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાય છે.

- text

વધુમાં જણાવ્યું કે તેમના પાર્કિંગમા પણ છેલ્લા એક વર્ષથી ગંદકીના ઢગલા પડ્યા છે. તેમાં મચ્છરનો ઉપદ્રવ થાય છે. જે ખૂબ દુર્ગંધ મારે છે. ઉપરાંત ગેસ્ટ હાઉસના માલિક દ્વારા મંજૂરી વગર ત્રીજા માળનું બાંધકામ કરાવ્યું છે. જેના કારણે તેઓની દુકાનને પણ નુકશાન થઈ રહ્યું છે. આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામા આવે તેવી માંગ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text