મોરબી તાલુકાના મારામારીના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

- text


ખરેડા ગામની સીમમાં એક યુવકને છરીના ઘા ઝીંકી આરોપી નાસી છૂટ્યો ‘તો : એલસીબીની ટીમે મધ્યપ્રદેશ જઈને આરોપીની અટકાયત કરી

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામની સીમમાં એક યુવકને છરીના ઘા ઝીંકીને નાશી જઈને છેલ્લા પાંચ વર્ષથી ફરાર રહેલા આરોપીને એલસીબીની ટીમે મધ્યપ્રદેશથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ખરેડા ગામની સીમમાં રમેશસિંગ ઉર્ફે રાજુભાઇ કેરૂભાઈ મેડાને છરીના ઘા ઝીંકીને નાશી જનાર ધનુ જેરામભાઈ મસાણીયા ઉ.વ. 26 છેલ્લા પાંચ વર્ષથી ફરાર હોય, આરોપી મધ્યપ્રદેશમા હોવાની બાતમીના આધારે મોરબી એલસીબીના પીઆઇ વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. હીરાભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજા અને કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારે મધ્યપ્રદેશ જઈને ધનુ જેરામભાઈ મસાણીયા નામના આરોપીને પકડી પાડી તાલુકા પોલીસ મથકને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text