મોરબી : જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં અનોખી વાનગી સ્પર્ધા યોજાઈ

- text


‘ફૂડ વિધાઉટ ફ્યુઅલ’ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ અલગ અલગ વાનગીઓ બનાવી

મોરબી : મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં તાજેતરમાં અનોખી વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્પર્ધકોએ કોઈ પણ જાતની ઉર્જા એટલે કે ગેસ કે ઓવન વિના વાનગી બનાવવાની હતી. આ સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજમાં ‘ફૂડ વિધાઉટ ફ્યુઅલ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓએ કોઈ પણ જાતની ઉર્જા વિના એટલે કે ગેસ કે ઓવન વિના વાનગીઓ તૈયાર કરીને નવો ચીલો ચાતર્યો હતો. અત્રે નોંધનીય છે, કે રાંધવાથી ખોરાકમાં રહેલ અમુક પ્રકૃતિદત્ત તત્વો, વિટામિન્સ, પ્રોટીન ઓછા થઇ જાય છે, અથવા તો નાશ પામે છે, આથી પોષણની દ્રષ્ટિએ રાંધ્યા વિનાની વાનગીઓ ઉત્તમ હોય છે.

- text

આ સ્પર્ધામાં ફૂડ એન્ડ ન્યુટ્રિશનના તજજ્ઞ એવા પ્રોફેસર મોનીકા મારવાણીયા અને પ્રોફેસર આરતી રોહને નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક બે વિદ્યાર્થીનીઓ સરસાવડીયા ધ્રુવી અને પરમાર હિરલ, બીજો ક્રમાંક હડિયાળ પૂનમ અને ત્રીજો ક્રમાંક બુડાસણા ધારાએ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા અને રેવાભાઈ પરેચાએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text