મોરબી : એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

- text


એલસીબીએ જુગારની રેડ કરીને સાત આરોપીઓને રૂ.1.75 લાખની રોકડ સાથે ઝડપી લીધા

મોરબી : મોરબી એલસીબી સ્ટાફે આજે બાતમીના આધારે પંચાસર રોડ પરના અક્ષર એપાર્ટમેન્ટમાં જુગારની રેડ કરીને ત્યાં જુગાર રમતા સાત શખ્સોને રૂ.1.75 લાખની રોકડ રકમ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને એલસીબીની પી.આઇ વી.બી જાડેજાની સૂચનાને પગલે એલસીબી સ્ટાફના યોગીરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા સહિતનાને મોરબીના પંચાસર રોડ પર આવેલા અક્ષર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 501માં રહેતા હિતેશભાઈ કેશવજીભાઈ ઠોરિયા તેના ઘરમાં નાલ ઉધરાવીને જુગાર રમાંડતો હોવાની બાતમી મળી હતી.આથી આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફે પંચાસર રોડ પરના અક્ષર એપાર્ટમેન્ટમાં જુગારની રેડ કરી હતી.એલસીબીએ ત્યાં જુગાર રમતા હિતેશભાઈ કેશવજીભાઈ ઠોરિયા, રમેશભાઈ અમરશીભાઈ આદ્રોજા, જીતેન્દ્રભાઈ નાગજીભાઈ સુવારીયા, જગદીશભાઈ પ્રેમજીભાઈ ફેફર, હસમુખભાઈ કાનજીભાઈ આદ્રોજા, ગિરીશભાઈ પ્રેમજીભાઈ ફેફર, હિતેશભાઈ રમેશભાઈ સુવારીયાને સ્થળ પરથી રૂ.1.75 રોકડ રકમ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- text