મોરબી : વોર્ડ નંબર 1ની સોસાયટીઓમાં પાયાની સુવિધાઓનો અભાવ

- text


રોડ-રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહેલા સ્થાનિકો હવે આંદોલન કરી પાલિકાની તાળાબંધી કરશે

મોરબી : સ્વચ્છતા પ્રત્યે સભાન બનેલા મોરબીવાસીઓ આપબળે સ્વચ્છતા અભિયાન ચલાવે છે ત્યારે નગરપાલિકા પોતાના હસ્તક આવતી ફરજો ભૂલી ગઈ હોય એવું વોર્ડ નંબર 1 ની મોટાભાગની સોસાયટીઓની હાલત જોતા સામે આવ્યું છે. મોરબીના વોર્ડ નંબર 1માં આવેલી ન્યુ કુબેરનગર, મારુતિનગર, કૃષ્ણનગર, શ્રદ્ધા પાર્ક જેવી સોસાયટીઓમાં પાકા રોડ-રસ્તા નથી. પાલિકા આ વિસ્તાર તેની હદમાં આવે છે તે જાણે ભૂલી ગઈ હોય એવું જણાઈ રહ્યું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ વિસ્તારની સોસાયટીઓ હાલત બદથી બદતર થઈ ગઈ છે. વળી આ વિસ્તારની ભૂગર્ભ ગટરનું કામ વ્યવસ્થિત થયું ન હોય એમ વારંવાર ગટરો ઉભરાય છે જેનું ગંદુ પાણી કાચા રસ્તાઓ પર ફરી વળે છે આથી વાહન ચલાવવાથી લઈને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આ પાણી સતત ભરેલું રહેવાથી તેમજ ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જવાથી ગંભીર રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ બાબતે વારંવાર દરેક વિભાગમાં રજુઆત કરવા છતાં આ દરેક સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવતા સ્થાનિકોએ પાલિકાને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text