ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

ટંકારા : આજરોજ તા.25 ને ગુરુવારે ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખની ઉપસ્થિતિમાં ‘એક બાળ એક ઝાડ’ સૂત્ર અનુસાર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડી.પી.ઈ.ઓ. મયુરભાઈ પારેખ તેમજ ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી દિપાબેન બોડા, ટંકારા તા.પ્રા. શિક્ષક સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, શાળાના આચાર્ય રજનીકાંતભાઈ ચીકાણી તેમજ તમામ સ્ટાફ ગણ તેમજ એસ.એમ.સી. સભ્યો તેમજ વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને રોપાનું વિતરણ કરી વૃક્ષોનું જતન કરવા અંગેનો અનુરોધ કરવામાં આવ્યો હતો. ડી.પી.ઈ. ઓ. મયુરભાઈ પારેખે ધો.4 પર્યાવરણની શિક્ષક તાલીમની મુલાકાત લઈ શિક્ષકોને પણ ‘એક બાળ એક ઝાડ’ કાર્યક્રમ અંતર્ગત તમામ શાળાઓમાં વૃક્ષારોપણ થાય અને તેનો ઉછેર કારવામાં આવે તે અંગેનો અનુરોધ કર્યો હતો, તેમજ શિક્ષકો તેમના જન્મદિવસે એક વૃક્ષ વાવે અને તેના ઉછેરની જવાબદારી ઉઠાવે તે માટે ટકોર કરી હતી. જે અંતર્ગત આજરોજ સરાયા સી.આર.સી.કો-ઓર્ડિ. ભાવેશભાઈ દેત્રોજાનો જન્મદિવસ હોય, તેમણે પોતાના કલસ્ટરની તમામ 11 શાળાઓમાં એક-એક વૃક્ષ વાવી, તેના જતન માટેની જવાબદારી લીધી હતી અને એ તમામ 11 શાળાઓમાં વૃક્ષોના પીંજરા આપવાની જાહેરાત બંગાવડી તા.શાળાના શિક્ષક રાજેશભાઇ ગરસોંદિયા એ કરી હતી. મોરબી જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાને હરિયાળો બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text