મોરબી જિલ્લા-રાજકોટ ગ્રામ્યમાંથી ચોરી કરતી ગેંગ પોણા આઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ

- text


રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ સાત શખ્સોની ગેંગને ઝડપી પાડી ત્રણ બનાવોના ભેદ ઉકેલ્યા

મોરબી : રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીની ટીમે રાજકોટ ગ્રામ્ય તેમજ મોરબી જિલ્લામાંથી ચોરી કરતી સાત શખ્સોની ગેંગને ચોરાયેલા મુદ્દામાલ તેમજ ચોરી કરવામાં વપરાયેલા વાહનો સાથે ઝડપી પાડી ત્રણ ગુન્હાઓના ભેદ ઉકેલ્યા છે. તસ્કરોને રિમાન્ડ પર મેળવી વધુ ભેદ ઉકેલવાની દિશામાં પ્રયાસો જારી રાખ્યા છે.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીની ટીમે મોરબી જિલ્લામાં તથા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ગેંગ બનાવીને ત્રાટકતી સાત લોકોની ટોળીને ઝડપી પાડી વણ ઉકેલ્યા ત્રણ બનાવોના ભેદ ખોલી પોણા આઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ૧) બે નંગ કમ્પ્રેસર સહિતના એ.સી. કિં. રૂ.60000/, ૨) એક ફ્રીજ કિં.રૂ.10000/, ૩) ત્રણ એલ.ઇ.ડી.લાઈટ કિં. રૂ. 2000, ૪) એક વેલ્ડીંગ મશીન કિં. રૂ. 15000, ૫) એક ઇનવર્ટર કિં. રૂ. 16000/, ૬) એક મોટર કિં. રૂ. 5000/, ૭) છ નંગ પ્લાસ્ટિકની ખુરશી કિં. રૂ. 3000/ ૮) બે મોટી રિવોલ્વિંગ ખુરશી કિં. રૂ. 20000/, ૯) ત્રણ નાની રિવોલ્વિંગ ખુરશી કિં. રૂ. 21000, ૧૦) એક મહિન્દ્રા પિક અપ તથા એક મહિન્દ્રા jeeto વાહન કિં. રૂ. 4,50,000/ ૧૧) એલ્યુમિનિયમ ધાતુના ચોરસા વજન 885 કિલો કિં. રૂ. 1,32,500 તથા 6 મોબાઈલ કિં. રૂ. 27000 આમ કુલ મળીને 7, 62,500/નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ પકડાયેલા મુદ્દામાલમાં ટંકારાના છતર ગામ પાસે રામ પોલીપેક નામના કારખાનની પાછળ આવેલા આલ્ફા ઇન્ડસ્ટ્રીઝમાંથી ગત મેથી જૂન માસ દરમ્યાન કારખાનાના શટર તેમજ ઓફિસના દરવાજા તોડી બે નંગ એ.સી, વેલ્ડીંગ મશીન, ખુરશી, ઇન્વર્ટર, ફ્રીજ, વાયર સહિત 1.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. હાલ રાજકોટ ખાતે યુનિવર્સીટી રોડ સ્થિત નીલકંઠ નગરમાં રહેતા અજયભાઈ ધનજીભાઈ સોલંકીએ અંગેની ફરિયાદ ટંકારા પો.મથકમાં લખાવી હતી. એ ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.

- text

આ ગેંગના યોગેશ ઉર્ફે રાકેશ ઉર્ફે યોગી મહેન્દ્રભાઈ સીંગર (ઉં.વ.22), જનક મહેન્દ્રભાઈ સીંગર (ઉં.વ.21) રહે.બન્ને કોઠારીયા સોલ્વન્ટ પાછળ, રાજકોટ, રાજેશ ઉર્ફે રાજુ લીંબાભાઈ ચૌહાણ (ઉં.વ.32) રૈયાધાર, ચાર બાઈના મંદિરની બાજુમાં, સંજય કાંતિભાઈ સોલંકી (ઉં.વ.22), રહે. કોઠારીયા મેઈન રોડ, રાજકોટ, વિજય બટુકભાઈ સોલંકી (ઉં.વ 22), રહે. રૈયાધાર, રામાપીર ચોંકડી, રાજકોટ, શાહબાન ઇસ્માઇલભાઈ અંસારી (ઉં.વ.25), રહે. કોઠારીયા સોલ્વન્ટ, રાજકોટ અને ઉમેશ માધુભાઈ સોલંકી (ઉં.વ.32) રહે. કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ વાળાઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ તમામ આરોપીઓ મીરબી જિલ્લા તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી કારખાનામાં ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે.

આ ગેંગને ઝડપી પડવાની કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પો.ઇન્સ. એમ.એન.રાણા, પો.સબ.ઇન્સ.એચ.એ.જાડેજા, એ.એસ.આઈ. પ્રભાતભાઈ બાલાસરા, પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી, મહેશભાઈ જાની, તેજશભાઈ મહિધરીયા, પો.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, મેહુલભાઈ સોનરાજ, હિતેશભાઈ અગ્રાવત, રહીમભાઈ દલ, ભોજાભાઈ ત્રમટા, મયુરસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ મકવાણા, કુમારભાઈ ચૌહાણ, મનવીરભાઈ, અમુભાઈ વિરડા, નરેન્દ્રભાઈ દવે, ભીખુભાઇ સહિતનો સ્ટાફ રોકાયો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text