મોરબીના પ્રા. શિક્ષકોના વિવિધ પ્રશ્નોની રાજ્ય સંઘમાં રજુઆત કરતું શિક્ષક સંઘ

- text


મોરબી : મોરબીના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય સંઘમાં શિક્ષક સંઘ દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

- text

મોરબીના પ્રાથમિક શિક્ષકોના અમુક પ્રશ્નોની રજુઆત શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને કરવામાં આવી હતી. આ રજુઆતમાં વિદ્યાસહાયકોને ફૂલ પગારમાં અડચણરૂપ એસ.પી.એલ.ની રિકવરી કે કપાત પગારના મુદ્દાનો ઉકેલ, મોરબીને જિલ્લો ઘોષિત કર્યાને છ વર્ષ થઇ ગયા હોવા છતાં શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ નવરચિત મોરબી જિલ્લામાં ખુલ્યા નથી, તો તેનો ઉકેલ, એલ.ટી.સી. રોકડ રુપાંતરમાં મેડિકલ રજા ગણવી, બદલી કેમ્પની નિયમિતતા, જિલ્લા પંચાયત બેન્કની સરખામણીમાં વધુ વ્યાજ વસુલે છે તે બાબત, પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને સેટઅપમાં ન ગણવા, જૂની પેંશન યોજનાનો અમલ ન થાય ત્યાં સુધી નવી પેંશન યોજનાનો યોગ્ય અમલ, સમયસર મોંઘવારી ભથ્થા જાહેર કરવા, વર્ધિત ફાળાની અમલવારી, ઉપાડ અને વહેંચણી અધિકારી તરફથી વર્ધિત પેંશનધારકોને વર્ષ 2013થી પહોંચ આપવામાં આવતી નથી, તો આ પહોંચ મળી રહે એવી વ્યવસ્થા કરવી જેવા મુદ્દાઓનો ઉકેલ આવે એવી રજુઆત જિલ્લાના તમામ શિક્ષકો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ હુંબલે કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text