મોરબી : હોટલે જમવા બાબતે બે યુવાન પર હુમલો

- text


દાદાશ્રીનગર પાસે આવેલ હોટલમાં બેસતા મામૂ નામના શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી : મોરબીના દાદાશ્રીનગર ગામે આવેલી હોટલમાં જમવાનું મોડું આપવા મામલે ઝઘડો થતા આ હોટલે બેસતા મામૂ નામના શખ્સે બે યુવાનોને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સ નગરમાં રહેતા માંધવભાઈ ઉર્ફે માધિયી યોગેશભાઈ દવેએ દાદાશ્રીનગર પાસે આવેલ રામદેવ હોટલે બેસતા મામૂ નામના શખ્સ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કે તેઓ ગતરાત્રે પોતાના મિત્ર શિવભદ્રસિંહ સાથે દાદાશ્રીનગર પાસે આવેલ રામદેવ હોટલે જમવા ગયા હતા.તે સમયે જમવાનું મોડું આપવા બાબતે ઝઘડો થતો આ મામૂ નામના શખ્સે ઉશ્કેરાઇ જઈને માધવભાઈને ધાતુના કડાંથી તથા શિવભદ્રસિંહને તાવીતા વડે માર માર્યો હતો.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text