મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર ઝરમર વરસાદ વરસ્યો : લોકો નિરાશ

- text


સવારથી મેઘરાજાની રાહ જોતા લોકોની આશા ન ફળી

મોરબી : મોરબીમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ મેઘરાજા પણ જાણે રિસાણા હોય તેમ ઝરમર વરસી જતા લોકો નિરાશ થયા છે.

મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ પાંછો ખેંચાયો છે. ત્યારે સૌ કોઈ મેઘરાજાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. મેઘરાજાને મનાવવા લોકોએ ખૂબ ભક્તિ અને પ્રાર્થના પણ કરી છે. આ દરમિયાન આજે મોરબીમાં સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું.

- text

વાતાવરણ જોતા લોકોમાં એવી આશા જન્મી હતી કે જાણે હમણાં મેઘો મન મુકીને વરસી પડશે. પરંતુ સાંજના અરસામાં મેઘરાજા માત્ર ઝરમર વરસીને ચાલ્યા ગયા હતા. જેમા રોડ રસ્તા પણ માંડ ભીના થયા હતા. આમ મેઘો અનરાધાર વર્ષે તેવી આશા ન ફળતા લોકો નિરાશ થયા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text