વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય મેરજાની કામગીરીની પ્રસંશા કરી

- text


મોરબી : વિધાનસભાના બજેટ સત્રમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બ્રિજેશ મેરજાના કાર્યની સરાહના કરી હતી. મોરબીના અનેક પ્રશ્નોને વિધાનસભામા ખૂબ સારી રીતે રજૂ કરીને તેને વાચા અપાવવા બદલ તેઓને બિરદાવવામાં આવ્યા હતા.ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગની જાહેરાત વખતે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ઉદ્દેશીને મોરબી સીરામીક હબને ધ્યાનમાં રાખી મહેન્દ્રનગર ચોકડીએ 80 કરોડના ખર્ચે અંડર બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. તેને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આવકારીને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર માન્યો હતો. આમ હળવદ રોડનો ટ્રાફિક સીધો નેશનલ હાઇવે તરફ ડાઇવર્ટ થઇ શકશે તેમજ પીપળી રોડના વાહનોને સીધા મોરબી તરફ જવામાં ટ્રાફિક સમસ્યા દૂર થશે તથા મોરબી કેનાલ રોડ ને કવર કરવા, મોરબીના ગાળા રોડ તેમજ માળિયાના લાખિયાસર રોડ અંગે પણ ધારાસભ્યએ અગાઉની માંગણી દોહરાવી હતી. અગાઉ ધારાસભ્ય મેરજાની સક્રિયતાથી મોરબીના અનેક પ્રશ્નોને વાચા મળી છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાની કામગીરીને વખાણી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text