વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે વેવાઇ વચ્ચે મારામારી : એકને ઇજા

- text


ગતરાત્રે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે બઘડાટી બોલી જેમાં લાકડી, છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો

વાંકાનેર : રાજકોટ તાલુકાના માલિયાસણ ગામના મહેન્દ્રભાઈ દિનેશભાઇ પરમારની દીકરી અને વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના મોહન ગગજીભાઈ ચાવડાના દિકરા સાથે સિવિલ (કોર્ટ) મેરેજ કર્યા હોય આ બાબતે દીકરીના પિતા પંચાસીયા ખાતે આવ્યા હતા અને મોહન જગજીભાઈ ચાવડાના ઘરે ગયા હતા ત્યાં બોલાચાલી થતાં માથાકુટ થઈ હતી.

- text

આ બનાવની માલિયાસણ ગામના મહેન્દ્રભાઈ દિનેશભાઈ પરમારે વાંકાનેર તાલુકા પોલિસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ઉપર મોહનભાઈ ગગજીભાઈ ચાવડા, દિલીપ મોહનભાઈ ચાવડા, વિજય મોહનભાઇ ચાવડા, ગીતાબેન મોહનભાઈ ચાવડા (રહે. પંચાસીયા) વાળાએ સાથે મળીને લાકડી, પાઇપ અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી છે જેની સામે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 અને 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text