મોરબી : ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને યુનિફોર્મ વિતરણ

- text


મોરબી : ધી વી. સી. ટેકનિકલ સરકારી હાઇસ્કૂલમાં છેલ્લા 2 વર્ષથી કન્યા કેળવણી અને વિદ્યાર્થીનીઓને ફ્રી શિક્ષણની સરકારી યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને એડમિશન આપવામાં આવે છે. આવી અભ્યાસવાંચ્છુ દિકરીઓને શહેરના નામાંકિત CA હરદીપભાઈ અઘારા, CA કુલદીપભાઈ હુલાણી અને CA દિપકભાઈ વરમોરા તરફથી યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 9 અને 11ની આશરે 77 જેટલી વિદ્યાર્થીનીઓને યુનિફોર્મ કાપડ-સિલાઈ સાથે તૈયાર કરીને આપવામાં આવ્યા હતા.

- text

ગત બે વર્ષોમાં આ શાળામાં અભ્યાસ કરીને રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઉચ્ચ પરિણામ મેળવીને શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થિનીઓના પરિણામથી પ્રભાવિત થઈને હરદીપભાઈ, કુલદીપભાઈ અને દિપકભાઈને મધ્યમ વર્ગમાંથી આવતી દિકરીઓને યુનિફોર્મ આપીને સહયોગી થવાનો વિચાર આવ્યો હતો. તેમના આ સ્વપ્ન સાકાર કરવા માટે હરદીપભાઈ સંગાથે દીપકભાઈ, તેમના પિતા નાગજીભાઈ વરમોરા અને માતા સવિતાબેન વરમોરા તથા કુલદીપભાઈ અને તેમના પિતા ગોરધનભાઈ હુલાણી અને માતા સીમાબેન હુલાણીના આશિષસહ આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિકરીઓને સહયોગી થવા બદલ શાળાના આચાર્ય બી. એન. વીડજા સહિત સમગ્ર શાળા પરિવાર વત્તી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text