મોરબી : એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે શહેરની રવાપર રેસિડન્સીમાં આવેલ એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી રૂ.15150ની રોકડ રકમ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ જુગારની રેડની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર એ ડિવિઝનના પી.આઇ.આર.જે ચૌધરીએ જુગારની બદી નાબૂદ કરવાની સૂચના આપતા સ્ટાફના મણીભાઈ ગામેતી અને શેખાભાઈ મોરીએ આ દિશામાં તપાસ કરતા તેમને એવી બાતમી મળી હતી કે,શહેરના રવાપર રેસિડન્સીમાં આવેલ દેવરત એપાર્ટમેન્ટના પાર્કિગમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટાફે ત્યાં જુગારની રેડ કરી હતી અને આ એપાર્ટમેન્ટના પાર્કિગમાં જુગાર રમતા રાકેશભાઈ મોહનભાઇ બાણુગારીયા, સુરેશભાઈ મગનભાઈ રાકજા, અમિતભાઇ લાલજીભાઈ વડાવીયા,સચિનભાઈ છગનભાઇ ભીમાણી, કેયુરભાઈ છગનભાઇ ભીમાણીને રોકડા રૂ.15150 સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ જુગારની રેડની કાર્યવાહીમાં એ ડિવિઝન પીઆઇ આર.જે ચૌધરી તથા સ્ટાફના મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શેખાભાઈ મોરી, શક્તિસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, ભરતભાઇ ખાંભરા, નિર્મળસિંહ જાડેજા, વિજયભાઈ ચાવડા સહિતના જોડાયા હતા.

- text