મોરબી : શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની માંગ કરાઇ

- text


મોરબી : મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા ખૂબ વકરી ગઈ છે. ટ્રાફિકજામ હવે દિવસમાં વારંવાર બનતી ઘટનાઓ પૈકીની બાબત છે. શહેરમાં નાના મોટા માર્ગ અકસ્માતો પણ રોજિંદી ઘટના સમાન બન્યા છે ત્યારે જરૂરિયાત મુજબના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ સ્થાપી આ સમસ્યાનું નિવારણ કરવાની માંગ ઉઠી છે.

વધતા ટ્રાફિકને કારણે ટ્રાફિક પોલીસ પર પણ કામનું ભારણ વધી રહ્યું છે. આ અંગે આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાને મળી ટ્રાફિક પોલીસના કામનું ભારણ ઓછું કરવા મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની માંગ કરી છે. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડાએ જણાવેલ કે આ અંગે મોરબી નગરપાલિકાને ચાર રસ્તાઓ બનાવવા માટે જણાવેલ છે, પણ હજી સુધી કોઈ પ્રતિસાદ મળેલ નથી. જેથી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકાને પણ આ અંગે આવેદન પાઠવી શહેરના નાગરિકોની સુખાકારી માટે તેમજ પોલીસ પર વધી રહેલા કામના બોજને હળવો કરવા વહેલી તકે ટ્રાફિક સિગ્નલ મુકાવવા જોઈએ એવી રજુઆત કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text