મોરબી : શાકમાર્કેટ પાછળ ગટર ઉભરાવવાની વર્ષો જૂની સમસ્યા હલ થઈ

- text


સેનેટરી ઇન્સ્પેક્ટરે અંગત રસ લઈ કરાવેલી કામગીરીથી વેપારીઓએ એમનું સન્માન કર્યું

મોરબી : મોરબી શાકમાર્કેટ પાછળ વર્ષોથી ગટર ઉભરાવવાની સમસ્યાઓથી સ્થાનિક વેપારીઓ ત્રસ્ત થઈ ગયા હતા. રોજિંદી બનેલી આ સમસ્યાને કારણે વેપાર-ધંધાને પણ ખૂબ માર પડતો હતો. આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ માટે સ્થાનિકો પ્રયત્નશીલ હતા ત્યારે મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે આ બાબતે અંગત રસ લઈ શાક માર્કેટ પાસે આવેલા વોંકળાની તેમજ ગટરની સઘન સફાઈ કરાવતા હાલ પૂરતો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયાનું જણાઈ રહ્યું છે.

- text

મોરબી શાકમાર્કેટ પાસે ગટર ઉભરાવવાની ત્રાસદી બહુ જૂની હતી. લોકો આ સમસ્યાથી એ વિસ્તારમાં જવાનું ટાળતા હતા. જેથી કરીને વેપાર-ધંધા પર ખૂબ પ્રતિકૂળ અસર પડી રહી હતી. ત્યારે મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજાએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ઊંડો રસ લઈ મોટા પાયે સઘન સફાઈ કામગીરી કરાવી હતી. આથી હાલ ગટર ઉભરાવવાની સમસ્યાથી મુક્તિ મળતા સ્થાનિકોમાં એસ.આઈની આ કામગીરીને બિરદાવવા એમનું સન્માન કરાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે પ્રજાએ પણ પ્લાસ્ટિક અને અન્ય એંઠવાડ જેવો કચરો કે શાકભાજીનો વધેલો કચરો સીધો ગટરમાં પધરાવવાને બદલે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. મોટે ભાગે પ્લાસ્ટિક વેસ્ટથી ગટરો ચોકઅપ થઈ જતી હોય છે ત્યારે નાગરિકો પણ પોતાની સફાઈ પ્રત્યેની ફરજ સમજી વ્યવહાર કુશળતા દાખવે તો ગટરો ઉભરાઈ જવાની સમસ્યા મહદઅંશે ઓછી મહેનતે ઉકેલાય જાય.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text