મોરબીના ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાનું વ્યાવહારિક જ્ઞાન અપાયું

- text


મોરબી : મોરબી ભારતી વિદ્યાલય શાળામાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાની આગેવાની હેઠળ શાળાના ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓને ચૂંટણીની પ્રક્રિયા વિશે માહિતગાર કરી અને ચૂંટણીનું મહત્વ સમજાય તે માટે શાળામાં “ભારતી બાળવિધાનસભા” અને ભારતી લોકસભા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ ચૂંટણી વિષયક કાર્યક્રમની શરૂઆત પહેલા શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતાએ ચૂંટણી વખતે મત કોને આપવો અને શા માટે આપવો એ વિશેની માહિતી દરેક વિદ્યાર્થીને સમજાવી હતી. ત્યાર બાદ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 5 થી 12 ધોરણના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક ધોરણમાં એક મોનિટર તેમજ 5 થી 8 ધોરણમાં એક જનરલ સેક્રેટરી અને 9 થી 12 ધોરણમાં એક જનરલ સેક્રેટરીની નિમણુંક કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીને પોતાનો એક સ્વતંત્ર મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
આ પ્રક્રિયામાં શાળાના તમામ સ્ટાફગણે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચૂંટણી કાર્યક્રમના અંતે શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ તમામ વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા હતા તેમજ મોનિટર અને જી.એસ બનનાર વિદ્યાર્થીઓને એની ફરજ સમજાવી અને શુભેચ્છા આપી હતી.

- text