મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સફળ રજુઆત : વિદ્યા સહાયકોએ કરેલી ફિક્સ નોકરી હવે સળંગ ગણાશે

- text


મોરબી : વિદ્યા સહાયકો દ્વારા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી કે એમણે અત્યાર સુધી ફિક્સ પગારે કરેલી નોકરી પણ સળંગ ગણીને એમને લાભ મળવો જોઈએ. આ અંગે વારંવાર રજુઆત તેમજ અકળામણ પણ વ્યક્ત કરવામાં આવતી હતી. જેનો મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સફળ રજુઆતથી સકારાત્મક નિવેડો આવતા વિદ્યા સહાયકોમાં ખુશી વ્યાપી છે.

- text

મોરબીના નવ નિયુકત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સફળ રજુઆત બાદ વિદ્યાસહાયકની નોકરી સળંગ ગણવા તેમજ મળતા ઉ.પ.ધો.ના કેમ્પની અમલવારી શરૂ થઈ છે. અનેક પ્રકારની કામગીરી અને વ્યસ્તતાઓ વચ્ચે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ જૂની માંગણીની રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક કાર્યવાહી હાથ ધરતા શિક્ષકોને અષાઢી બીજની ભેટ આપી છે. વિદ્યાસહાયકોએ કરેલ ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા અને સળંગ સિનિયોરિટી ગણી તેમને મળતા તમામ લાભો જેવાકે ઉ.પ.ધો. નોકરીની સળંગ સિનિયોરિટી વગેરે લાભો આપવાના કાર્યવાહી કેમ્પોનું આયોજન સત્વરે કરવા માટે ચૂંટણીના બીજા જ દિવસે નવનિયુક્ત પ્રાથમિક શિક્ષક સંઘને રજુઆત કરેલી. જેથી લાભાર્થી શિક્ષકોને ઝડપથી ઉપરોક્ત ફાયદો, લાભ મળી રહે એ માટે મોટા ભાગના જિલ્લામાં કાર્યવાહી થઈ રહી હોય એ અન્વયે મોરબી જિલ્લામાં પણ સત્વરે ઉ.પ.ધો આપવા માટે આજ રોજ ડી.પી.ઈ.ઓએ તમામ તાલુકાના ટી.પી.ઈઓને વિગતવાર પરિપત્ર કરી કાર્યવાહી કરવા જણાવેલ હોય શિક્ષક આલમમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જિલ્લા સંઘની રજૂઆતને તાત્કાલીક પ્રતિસાદ આપી કાર્યવાહી કરવા બદલ જિલ્લા પ્રથમીક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ, ઘનશ્યામભાઈ દેથરીયા (પ્રમુખ જી.પ્રા. શિક્ષક સંઘ) તેમજ દિનેશભાઈ હુંબલ (મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે) તમામ શિક્ષકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text