ટંકારાના સાવડી ગામે વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન

- text


ટંકારા : ટંકારાના સાવડી ગામે ગ્રામજનો દ્વારા વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન ગત રાત્રે 9 કલાકે શરૂ કરાઇ છે.

- text

સૌરાષ્ટ્રના ઘણાખરા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે ત્યારે અષાઢ માસના વરસાદી કહેવાતા દિવસોમાં પણ મોટા ભાગનો મોરબી જિલ્લો ચાતક નયને વરસાદની રાહ જોઈ રહ્યો છે. હવામાન વિભાગની માહિતી ઠાલા આશ્વાસન રૂપ સાબિત થઈ રહી છે ત્યારે ટંકારા તાલુકાના સાવડી ગામે ગ્રામજનોએ તારીખ 4ને ગુરુવારે રાત્રે 24 કલાકની અખંડ સંગીતમય રામધુનનો પ્રારંભ કર્યો હતો. વરુણદેવને રીઝવવા માટે આજે શુક્રવારે રાત્રે 9:00 કલાક સુધી ચાલનારી આ સંગીતમય રામધુનમાં જોડાવવા ગ્રામજનોએ સહુને અપીલ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text