વાંકાનેર 27 નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતાં હાઇવે બંધ

- text


કેડ સમાણા પાણી ભરાવાને કારણે 108ને પણ પાછું ફરવું પડ્યું

વાકાનેર : વાંકાનેરમાં ગઈકાલે સાંજના સાડા છની આસપાસ વરસાદી વાતાવરણ બન્યું હતું અને ભારે ગાજવીજ અને પવનની સાથે ધોધમાર વરસાદ પડયો હતો. આ વરસાદના કારણે નેશનલ હાઇવે પરથી પસાર થતી રેલ્વે ટ્રેકની નીચે નેશનલ હાઇવે પર કેડ સમાણા પાણી ભરાઈ જતા હાઇવે બંધ થઇ ગયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.
વાંકાનેરથી રાજકોટ તરફ જતી રેલ્વે લાઈનના ડબલ ટ્રેકનું કામ શરૂ હોઈ અને પાણીના નિકાલની ગટર આ બીજા ટ્રેકના કામના કારણે બંધ થઈ જતા આજે ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ ન હોવાથી 27 નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા અને બંને દિશામાં વાહનોના થપ્પા લાગી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલ્વેના પાપના કારણે અહીં ઘણી વખત સર્વિસ રોડના રેલ્વે નાલા નીચે ગટરના પાણી ભરાયેલા જોવા મળે છે અને વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જાય છે. જો આ માટે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ગમે ત્યારે હાઇવે બંધ થઈ જશે. ગઈકાલે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતાં ઇમર્જન્સીમાં 108 પણ અહીંથી નીકળી શકી ન હતી અને તેમને પાછા ફરવાની ફરજ પડી હતી. જેથી ઉપરવાસમાં આવી પડેલી ઇમર્જન્સીમાં આ રેલ્વેના અધિકારીઓની બેદરકારીના કારણે 108ની સુવિધાથી અસરગ્રસ્તો વંચિત રહ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text