માનવ અધિકાર એસોસિએશનના સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે અશોકભાઈ ઝાલરીયાની નિમણૂક

- text


મોરબી : ભારતીય માનવ અધિકાર એસોસીએશન પ્રદેશ અધ્યક્ષ પ્રેમચંદ યાદવના અધ્યક્ષસ્થાને તાજેતરમાં એસો.ની મીટીંગ મળી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં અશોકભાઈ ઝાલરીયાની સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. તેમજ જયંતભાઈ વડગામાની સૌરાષ્ટ્ર મંડળના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.

આ બેઠકમાં જેક છૈયા, વિનેશ સવસેટા, ગોકુલ પરમાર, અશોક ઝાલરિયા, રવજી ઉલવારાડા, રઘુરાજસિંહ જાડેજા, રેખાબેન સોલંકી, સત્તારભાઈ વિડજા, ભરતભાઈ મહેતા, વસંતભાઈ , કાનાભાઇ રાજગોર, નરેન્દ્ર પરમાર, ક્રિપાલસિંહ ઝાલા, અમિતભાઇ પનારા, શનિભાઈ લીંબાણી, પ્રાગજીભાઈ રાજપરા, દિવ્યેશભાઈ ખારેજા સહિતના સૌરાષ્ટ્ર મંડળના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અશોકભાઈ ઝાલરીયાની સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે.

- text

હોદેદારોની નિયુક્તિ ઉપરાંત મહિલા સુરક્ષા, બિહારની આરોગ્ય સમસ્યા મુદે ચર્ચા કરીને જયારે બનાવ બને છે ત્યારે જ સરકાર અને તંત્ર જાગે છે તેને વખોડીને રાજ્ય સરકાર બધી સરકારી અને અર્ધ સરકારી સંસ્થામાં સી.સી.ટીવી કેમેરા લગાવે તેમજ ગુન્હાખોરી ડામવા યોગ્ય પગલા ભરે તે મુદે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text