મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રવિવારે વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ

- text


 શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટેનો સરાહનીય પ્રયાસ

મોરબી : ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે ચોમાસામાં વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સમય હોવાથી મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરને હરિયાળું બનાવવની નેમ સાથે આ રવિવારે વિનામૂલ્યે વૃક્ષોના રોપાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.આ રોપા વિતરણની શહેરીજનોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

- text

મોરબીમાં પર્યાવરણનું જતન કરવા માટે સક્રિય પ્રયાસો કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરને લીલુંછમ હરિયાળું બનાવવાના ઉદેશ્ય સાથે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે ચોમાસાની સીઝનમાં ઘટાદાર વૃક્ષો થાય તેવા વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.ત્યારે હાલ ચોમાસાની સિઝનનો પ્રારંભ થઇ ગયો છે અને સામાન્ય વરસાદ પડી ગયો છે.તેથી વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સંજોગો થવાથી દરવર્ષની જેમ આ વખતે પણ વિનામૂલ્યે વૃક્ષોના રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મયુર નેચર કલબ મોરબી,વન વિભાગ મોરબી, મોરબી અપડેટ તથા રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે આગામી તા.30 જુનને રવિવારે સવારે 9-30 વાગ્યે મોરબીના શનાળા રોડ પર રામચોક પાસે, આવેલ સંદેશ બ્યુરો ઓફિસ નીચે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાશે.મોરબીને લીલુંછમ હરિયાળું બનાવવા માટે વધુને વધુ વૃક્ષોના વાવેતરની જરૂરિયાત હોવાથી આ વિનામૂલ્યે રોપા વિતરણનો શહેરીજનોને લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

- text