મોરબીના ઉમિયા સર્કલ પાસેના રોડની બિસ્માર હાલત અંગે ધારાસભ્યની કલેકટરને રજુઆત

- text


ખરાબ રોડ અને ઉભરાતી ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગ

મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમાં ઉમિયા સર્કલ પાસેનો માર્ગ ખાડાનો અખાડો બની ગયો છે.વારંવાર ઉભરાતી ગટરની કારણે આ રોડ ખંડિત થવાની સાથે ધોર દુર્દશા થઈ જતા વાહન ચાલકો વારંવાર નાના મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે.તેથી આ મામલે ધારાસભ્યએ કલેકટરને રજુઆત કરીને ઉમિયા સર્કલ પાસેના ખરાબ રોડ અને ઉભરાતી ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણની માગ કરી છે.

- text

મોરબીના પ્રવેશદ્વાર સમાં ઉમિયા સર્કલ પાસેના રોડની ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે. આ રોડ ઉપર વારંવાર ગટર ઉભરાઈ રહી છે રોડ પર ગટરના ગંદા પાંણી ભરાવવાથી રોડ પર ફૂટ કે અડધા ફૂટના ખાડા પડી ગયા છે.તેથી નાના મોટા અકસ્માતનો બનાવો વધી ગયા છે.મોરબીના પ્રવેશદ્વાર સમો આ મુખ્ય માર્ગ હોવાથી આ માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે.પણ રોડની ખરાબ હાલતને કારણે અનેક વાહન ચાલકોને અકસ્માતમાં સામાન્યથી ગંભીર ઇજા થતી હોવાથી આ ગંભીર બાબતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કલેકટરને રજુઆત કરી હતી કે, ઉમિયા સર્કલ પાસે ગટરના ગંદા પાણી ભરાવાની અને રોડની જે ખરાબ હાલત છે.તે સમસ્યાનું નિવારણ લાવવા મોરબી નગરપાલિકા તંત્ર અને પાણી પુરવઠા તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગની જવાબદારી બને છે.તેથી આ ત્રણેય તંત્ર સાથે સંકલન સાધીને ઉમિયા સર્કલ પાસેના ખરાબ રોડ અને ગટરના પાણી ભરાવાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા કલેકટરને તેમને ભારપૂર્વક રજુઆત કરી છે.

- text