મોરબી : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી 30મીએ યોજાશે

- text


મોરબી : ગઈકાલ તારીખ 25ના રોજ શિક્ષક સંઘ કાર્યાલયમાં યોજાયેલી મિટિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આગામી તારીખ 30ને રવિવારે ટંકારાના હરબટિયાળી પ્રાથમિક શાળામાં સવારે 9:00 કલાકે યોજાશે એવું નક્કી કહેવામાં આવ્યું હતું.

ગઈકાલ તારીખ 25 જૂનના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યાલય ખાતે જિલ્લાના તમામ ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રીની સંકલન બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ વી.સરડવા, મહામંત્રી વિરમભાઈ કે.દેસાઈ અને સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ એસ.જાકાસણીયાના માર્ગદર્શન હેઠળ આ સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદની ચૂંટણી આગામી તા.30 જૂનના રોજ ટંકારા તાલુકાની હરબટિયાળી પ્રાથમિક શાળા ખાતે સવારના 9 કલાકે યોજાશે. જે બાબત અંગેનો સતાવાર કાર્યક્રમ નકકી કરી ચૂંટણી અધિકારીની નિયુક્તિ પણ કરવામાં આવી છે. જિલ્લા સંઘ મહાસમિતિના તમામ 110 સભ્યોને નિયમોનુસાર એજન્ડા મોકલી આપવામાં આવ્યો છે. જિલ્લાના વહીવટી વિભાગને પણ સતાવાર રીતે જાણ કરવામાં આવેલ છે. નોંધનીય છે કે, જિલ્લા સંઘની ચૂંટણી નિયત સમયે જ યોજવાની કાર્યવાહી જે તે સમયે વર્તમાન હોદ્દેદારો દ્વારા નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ અમુક જૂથો દ્વારા ખોટી અરજીઓ કરી સમગ્ર પ્રક્રિયામાં અડચણ ઉભી કરી ચૂંટણી પ્રક્રિયા વિલંબિત કરેલ હતી.વહીવટી આદેશના કારણે જેતે સમયે આ પ્રક્રિયા સ્થગિત થયેલ હતી. વેકેશનનો સમયગાળો, શાળા પ્રવેશોત્સવ આયોજન અને વાયુ વાવાઝોડાના કારણે આ ચૂંટણી આપવામાં થોડો વિલંબ થયો હતો. છતાં પણ અમુક જૂથો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ટર્મમાં જિલ્લા સંઘની વર્તમાન ટીમ દ્વારા શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવાની સાથે સાથે અનેક શૈક્ષણિક, સામાજિક અને સંગઠનાત્મ પ્રકલ્પો હાથ ધરેલ હતા. વર્તમાન હોદ્દેદારોની ટીમ વતી હાલના મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ બી.આદ્રોજાએ જિલ્લા સંઘ પ્રમુખ પદની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી છે. વર્તમાન જિલ્લા સંઘ પ્રમુખ મણીભાઈ વી.સરડવા અને તેમની સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને કાર્યશીલ,છેલ્લા બે વર્ષમાં જ સંગઠનને મજબૂતી આપનાર, અડગ, નીડર અને સાહસિક એવા સંદીપભાઈ આદ્રોજાને સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. આવનારો સમય તેમના સફળ નેતૃત્વનો રહેશે તેવો વિશ્વાસ પ્રાથમિક શિક્ષણ પરિવાર તરફથી વ્યક્ત થઈ રહ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text