મોરબી : વીજતંત્ર તરફથી 10 હજાર રૂપિયામાં એ.સી વાળા વાયરલ થયેલ મેસેજ ખોટા

- text


મોરબી : પાછલા બે દિવસથી સોશિયલ મીડિયામાં સરકારી યોજના અંતર્ગત પીજીવીસીએલ તરફથી માત્ર 10 હજાર રૂપિયામાં 1.5 ટનનું એ.સી આપવામાં આવશે એવા મેસેજ વહેતા થયા છે.

આ મેસેજની સાથે થાઈલેન્ડની કંપનીના એ.સીના ફોટા પણ વાયરલ થતા અમુક લોકો આ માહિતીને સાચી માનીને પીજીવીસીએલની કચેરીએ એ.સી.બુક કરાવવા દોડી ગયા હતા. ત્યારે પી.જી.વી.સી.એલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મેસેજ ખોટા છે. અમારા તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ કૃત્ય કોઈ ટીખળખોર તત્વોનું છે. આથી આવા મેસેજ તરફ ધ્યાન ન આપવું. બની શકે કે આવા ફ્રોડ મેસેજની આડમાં લોકોને છેતરવાનું શરૂ થાય. પણ એ પહેલાં પીજીવીસીએલ દ્વારા સૂચના જારી કરીને આ વાયરલ મેસેજનું ખંડન કરવામાં આવ્યું છે અને સાથે લોકોને આવા મેસેજથી ન ભરમાવવા અપીલ કરાઈ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text