ધોરણ એકમાં પ્રવેશ લેતા બાળકોને દર વર્ષે સ્કૂલબેગ ભેટ આપતા દાતાએ આ વર્ષે પણ પરંપરા નિભાવી

- text


મોરબી : બોરીયાપાટી પ્રા.શાળામાં ધો. 1માં નવા પ્રવેશ લેતા બાળકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતા ભુરજીભાઇ દયારામભાઈ પરમાર દ્વારા સ્કૂલ બેગ ભેટ રૂપે આપવામાં આવી હતી. ભુરજીભાઈ પાછલા વર્ષોથી શાળામાં ધોરણ એકમાં પ્રવેશ લેનાર બાળકોને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપી બાળકોનો હોંસલો વધારે છે. આ સાથે ભુરજીભાઈએ માધાપર વાડી, બૂટાવાડી, તેજાણી વાડી, સભારા વાડી શાળાઓમાં પણ બાળકોને સ્કૂલબેગની ભેટ આપી છે. આ તકે શાળા પરિવાર દ્વારા ભુરજીભાઇના આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text