મોરબીમાં ઝેરોક્ષની દુકાનના માલિક સામે કોપીરાઇટ ભંગનો ગુનો નોંધાયો

- text


જમનાદાસ એન્ડ કંપનીના સહાયક પુસ્તકોની કોપી કરીને ઓછી કિંમતે વેચતો હોવાનું ધ્યાને આવતા કંપનીના માર્કેટીંગ એકઝ્યુકીટિવએ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ઝેરોક્ષની દુકાન ધરાવતા માલિક સામે કોપીરાઇટ ભંગનો ગુનો નોંધાયો છે.જેમાં અમદાવાદની કંપનીના સહાયક પુસ્તકોની કોપી કરીને ઓછી કિંમતે તે વેચતો હોવાનું ધ્યાને આવતા કંપનીના માર્કેટીંગ એકઝ્યુકીટિવએ તેની સામે મોરબી એ ડિવિનનમાં ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ રહેતા અને જમનાદાસ એન્ડ કંપનીના માર્કેટીંગ એકઝ્યુકીટિવ રાજેન્દ્રસિંહ દલપતસિંહ રાજપૂતએ ટંકારાના મિતાણા ગામે રહેતા અને મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ઓમ શાંતિ વિધાલય સ્કૂલની પાસે જય અંબે સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષની દુકાન ધરાવતા દિનેશભાઇ રાઘવજીભાઈ ગજેરા સામે મોરબી એ ડિવિઝનમાં કોપી રાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દુકાન માલિક પોતાની ઝેરોક્ષની દુકાનમાં કંપનીના સહાયક પુસ્તકોની કોપી કર્યા બાદ પોતાના કોમ્યુટરમાં સેવ કરીને તેમાંથી ઝેરોક્ષ નકલોનો સેટ તૈયાર કરીને કંપનીના છાપેલા પુસ્તકોના ભાવની કિંમત કરતા ઓછા ભાવે વેચાણ કરતો હતો. એ ડિવજન પોલીસે આ ફરિયાદના આધારે ઝેરોક્ષની દુકાનના માલિક સામે કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text