મોરબી : યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

- text


મોરબી : મોરબીના લક્ષમીનગર ગામે રહેતા યુવાને આજે પોતાના ઘરે અકળ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી માળીયા હાઇવે પર આવેલ રોટરીનગર પાસેના લક્ષમીનગર ગામે રહેતા ભાવેશભાઈ બાબુભાઇ સોલંકી ઉ.વ.25 નામના યુવાને આજે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

 

- text