મોરબી રેડીયોમાં આજે સાંભળો ઓક્ટોપેડ પ્લેયર ભાવિક ગજ્જરને

- text


ભાવિક ગજ્જર સાથે આજે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં ઓક્ટોપેડ પ્લેયર ભાવિક ગજ્જર સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે અને તેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરવામાં છે. આ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ એટલે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે આ શો દર બુધવારે અને શનિવારે પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે.

- text

આજે આ શોમાં મોરબીના જાણીતા ઓક્ટોપેડ પ્લેયર ભાવિક ગજ્જર મહેમાન બનવાના છે. નોંધનીય છે, કે આ જ માસમાં યોજાયેલ રોલેન્ડ ઓક્ટોપેડ નામના ઇલેકટ્રીક ડ્રમ વાદ્યની ઓલ ઇન્ડિયા લેવલની લૂપ કોન્ટેસ્ટમાં ભાવિક ગજ્જરે પ્રથમ આવીને મોરબી સહીત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું. આ કોન્ટેસ્ટમાં દેશભરમાં સંગીત વાદ્ય કલાકારોએ ભાગ લીધો હતો અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા મી. શિવમણિ સમક્ષ ફાઇનલમાં પરફોર્મન્સ આપીને વિજેતા બન્યા હતા. જેમાં વિશ્વ પ્રસિદ્ધ સંગીતકાર એ.આર. રહેમાન તેમજ તબલાવાદક ઝાકીર હુસેને પણ ભાવિકના આ પરફોર્મન્સને વધાવ્યું હતું. તો આજે તેમની સિદ્ધિ વિશે તથા તેમની કલા વિશે કેટલીક માહિતી જાણવા માટે તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text