મોરબી : એ ગ્રેડની પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરો નહિતર ડી ગ્રેડની જાહેર કરો

- text


આમ આદમી પાર્ટીએ રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને રજૂઆત કરી

મોરબી : મોરબી નગરપાલિકાની morbi એ ગ્રેડની પાલિકા તરીકે ગણના થાય છે.પણ ખાટલે મોટી ખોટ એ છે કે, આ એ ગ્રેડની નગરપાલિકા કાયમી ચીફ ઓફિસર છે જ નહીં. તેથી પ્રજાના પ્રશ્નો ખોરંભે ચડ્યા છે.આ બાબતે આમ આદમી પાર્ટીએ રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયના અગ્ર સચિવ તથા મુખ્યમંત્રીને રજુઆત કરીને એ ગ્રેડની મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવાની માંગ કરી છે. નહિતર પાલિકાને ડી ગ્રેડની જાહેર કરવાની માંગ ઉઠાવી છે.

- text

આમ આદમી પાર્ટી મોરબીના શહેર પ્રમુખ પરેશભાઈ પારીઆ સહિતના હોદ્દેદારોએ રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ ગ્રેડની ગણાતી મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરના અભાવે તંત્ર પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સંદતર નિષફળ નીવડ્યું છે. છેલ્લા બે વર્ષથી મોરબી પાલિકામાં કાયમી રીતે ચીફ ઓફિસરની નિમણુક કરવામાં આવી જ નથી અને ઇન્ચાર્જથી જ ગાડું ગબડાવવામાં આવે છે. આ ઇન્ચાર્જ અધિકારીનો બે જગ્યાએ ચાર્જ હોવાથી મોરબી પાલિકામાં યોગ્ય ધ્યાન દઈ શકતા ન હોવાથી શહેરમાં ઘણા સમયથી ઠેરઠેર સમસ્યાઓના ગંજ ખડકાઈ રહ્યા છે. વારંવાર કોઈને કોઈ વિસ્તારમાંથી લોકોના જે તે પ્રશ્ને ટોળા પાલિકામાં આવે છે પણ લોકોને માત્ર પોકળ ખાત્રીઓ જ આપવામાં આવે છે. હાલ ઠેરઠેર કચરાના ગંજ ઉભરાતી ગટરો અને ઉબડ ખાબડ રસ્તાઓ સહિતની અનેકવિધ અસુવિધાઓથી લોકો પીડાઈ છે. જોકે થોડા દિવસો પહેલા ગંદકી કરવા મામલે પાલિકા તંત્રનો કાન આમળીને પ્રદુષણ બોર્ડ નોટિસ ફટકારી હતી. તેમ છતાં પણ આ સ્થિતિમાં સુધારો થયો નથી.તેથી હવે ધીરજ ખૂટી ગઈ છે. માટે કા તો એ ગ્રેડની મોરબી પાલિકામાં કાયમી નિષ્ઠાવાન ચીફ ઓફિસરની નિમણુક કરો અથવા તો પાલિકાને ડી ગ્રેડની જાહેર કરો તેવી માંગ કરવામાં આવી છે.

- text