મોરબી : ટ્રાવેલ્સ સંચાલકની હત્યા કેસનો આરોપી બે દિવસની રિમાન્ડ ઉપર

- text


મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સ સંચાલકની હત્યા કેસના એક આરોપીએ આગોતરા જામીન મેળવી લીધા બાદ પોલીસે તેને કોર્ટમા રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના નટરાજ ફાટક પાસે બાપુના બાવલા નજીક થોડા સમય પહેલા ટ્રાવેલ્સ સંચાલક ટીનુભા જાડેજાનું તેના ભત્રીજા સહિતનાઓએ તલવારના ઘા મારીને ખૂન કરી નાખ્યું હતું. જે અંગે ગુનો નોંધાતા આરોપીઓની અટકાયતો કરવામાં આવી હતી.તે સમયે ટીનુભાની હત્યા કરીને ભાગી છુટેલા આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લાના વણા ગામે આશરો આપી વાહનો છુપાવવામાં મદદગારી કરનાર દિવ્યરાજસિંહ મુકેશસિંહ ઝાલા (ઉ.વ.31) રહે.3-ગોપાલનગર ઢેબર રોડ રાજકોટવાળા હોવાનું કોલ ડિટેઈલના આધારે ખુલ્યું હતું. તે દરમિયાનમાં મર્ડરના ગુનામાં મદદગારી કરનાર દિવ્યરાજસિંહ ઝાલા આગોતરા જામીન સાથે બી-ડીવીઝનમા હાજર થઈ ગયા હતા.

- text

બાદમાં બી ડિવિઝન દ્વારા તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. આ અંગે તપાસ અધિકારી પીએસઆઈ કોંઢિયાએ જણાવ્યું કે ધ્રુવરાજસિંહ નામનો એક આરોપી હજુ ફરાર હોય તે ક્યાં છે તે અંગેની પૂછપરછ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે.

- text