વાયુનો ખતરો ટળતા નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ હટાવી રાબેતા મુજબ કામગીરી શરૂ

- text


ફરીથી નવલખી પોર્ટમાં લોડીગ અને અનલોડીગ કામગીરી શરૂ

મોરબી : કચ્છ તરફ ફંટાતું વાયુ વાવાઝોડાનો ખતરો ટળતા મોરબી જિલ્લાના નવલખી બંદરે આજે ત્રણ નંબરનું સિગ્નલ હટાવી દેવામાં આવ્યું છે.નવલખી બંદર રાબેતા મુજબ ધમધમી ઉઠ્યું છે અને આજથી નવલખી પોર્ટે લોડીગ અને અનલોડીગ કામગીરી શરૂ કરવામાં આવ્યું છે.

સંભવિત રીતે કચ્છ તરફ ફંટાતું વાયુ વાવઝોડાનો ખતરો આજે ટળી ગયો છે.જોકે ગઈકાલે વાયુ વાવાઝોડાંની સંભવિત અસરને લઈને હરકતમાં આવેલા તંત્રએ નવલખી પોર્ટ પર સાવચેતી પગલાં લીધા હતા અને નવલખી પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું.તેમજ કલેકટરે નવલખી બંદરની મુલાકાત લઈને પોર્ટની કામગિરી સ્થગિત કરી દીધી હતી.ત્યારે આજે વાયુ વાવાઝોડાનું સંકટ ટળતા મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે ત્રણ નંબરનું સિગ્નલ હટાવી દેવામાં આવ્યું છે.આ અંગે પોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, આજે નવલખી પોર્ટે સામાન્ય સ્થિતિ હોવાથી ફરીથી કામગિરી શરૂ કરવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text