મોરબીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે ચીફ ઓફિસરે પાણી પુરવઠાને ધગધગતો રિપોર્ટ મોકલ્યો

- text


પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રકટરોએ જૂની અને નવી ગટર ભેગી કરી નાખતા અને સફાઈ ન કરતા ગટરના સંપ બંધ હાલતમાં: કોન્ટ્રકટરોએ છેલ્લા ઘણા સમયથી ગટરનું કામ ન કરતા ગટરની સમસ્યા વકરી : પાલિકામાં 3 માસમાં 300થી વધુ ગટરની ફરિયાદો આવી

મોરબી: મોરબીની ભૂગર્ભ ગટર ઉભરાવવની સમસ્યા અંગે ચીફ ઓફિસરે ધગધગતો અહેવાલ પાણી પુરવઠા બોર્ડને મોકલ્યો છે.પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રકટરોએ ભૂગર્ભનું કામ નબળું કરી તેમજ જૂની નવી ગટર ભેગી કરીને ઘણા સમયથી મરમત તથા સફાઈનું કામ જ ન કરતા ભૂગર્ભ ગટર ઉભરાવવની સમસ્યા વકરી છે.હાલ કોન્ટ્રકટરોએ ભૂગર્ભ ગટરની જળવણીનું કામ જ ન કરતા ગટરના સંપો બંધ હાલતમાં છે.તેથી મોરબી પાલિકામાં 300 થી વધુ ગટરની ફરિયાદો આવી છે.ચોમાસું શરૂ થયું હોવાથી ગટરના પાણી લોકોના ઘરમાં ઘુસી ન જાય તે માટે ગટરની કોન્ટ્રકટર પાસે વ્યસ્થિત કામગીરી કરવા રિપોર્ટમાં જણાવ્યું છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટર અંગે પાણી પુરવઠા બોર્ડને ધગધગતો રિપોર્ટ તૈયાર કરીને મોકલાવ્યો છે.આ રિપોર્ટમાં તેમણે લખ્યું હતું કે, મોરબીમાં થોડા વર્ષો પહેલા પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રકટરો દ્વારા કરોડના ખર્ચે નવી ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી.પણ આ ભૂગર્ભ ગટરનું કામ નબળું અને યોગ્ય રીતે થયું ન હોવાથી ઠેરઠેર ગટરો ગંદકીથી ઓવરફ્લો થઈ રહી છે.મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવની સમસ્યા વકરી રહી છે.જેમાં પાલિકાના ફરિયાદ વિભાગમાં અંદાજીત દરરોજ 20થી25 ગટર ઉભરાવવની ફરિયાદ આવે છે એ હિસાબે છેલ્લા ત્રણ માસમાં મોરબી શહેરના વિવિધ વિસ્તારોમા ગટર ઉભરાવવની 300 થી વધુ ફરિયાદ આવી છે.ગટર પ્રશ્ને અવાર નવાર લોકો કોઈને કોઈ વિસ્તારમાંથી નગરપાલિકાએ કે કલેકટર કચેરીએ મોરચા માંડે છે.વધુમાં જણાવ્યું હતું કે, પાણી પુરવઠા દ્વારા પાલિકાને ભૂગર્ભ ગટરનું કામ સાંભળી લેવાનું કહેવાયું હતું.પણ ચીફ ઓફિસર અને પાલિકાની એન્જિનિયરની ટીમે ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરતા કોન્ટ્રકટરોએ ગટરનું કામમાં ઘણી નબળાઈ રાખીને યોગ્ય મરમત ન કરતા ગટર ઠેરઠેર ઉભરાઈ રહી છે.

- text

વારંવાર ગટર ઉભરાતી હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જોકે ભૂગર્ભ ગટરનું કામ હજુ પૂર્ણ થયું ન હોવાથી તેની જાળવણીનું કામ હજુ સુધી નગફપાલિકાએ સાંભળ્યું નથી.આ કામગીરી હજુ પાણી પુરવઠા હસ્તક જ છે.પાણી પુરવઠાના કોન્ટ્રાકટરોએ જૂની અને નવી ગટર ભેગી કરી નાખી છે અને એના કારણે ગટરની સમસ્યા વધી ગઈ છે.કોન્ટ્રકટર છેલ્લા ઘણા સમયથી ગટરની સફાઈ કરતા ન હોવાથી ગટરના સંપી બંધ હાલતમાં છે.ત્યારે ચોમાસુ નજીક આવતા ગટર ઉભરાવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે .જ્યારે કુબેરનગરમાં 4માં ગટરની ગંદકીએ માજા મૂકી છે.આથી આ વિડતારના લોકોએ પાલિકામાં રજુઆત કરી હતી કે ઘરમાં ગટરના પાણી ઘુસી ગયા છે .આઠ દિવસથી આ સમસ્યા હોવાથી લોકોને ભારે હાલાકી પડે છે.

આ ઉપરાંત ઉમિયા સર્કલ પાસે પણ ગટરના ગંદા પાણી ભરાયા છે.તેમજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાની સમસ્યા સર્જાય છે.તેથી ચોફ ઓફિસરે આ બાબતે પાણી પુરવઠા વિભાગને લેખિતમાં રિપોર્ટ કરીને કોન્ટ્રકટર પાસે યોગ્ય કામ કરાવવા જણાવ્યું છે.જોકે ચોમાસા પહેલાં જ ગટરની સમસ્યા વધી ગઈ છે ત્યારે વરસાદ પડે તો ગટરના પાણી ઘરમાં ઘુસી જવાની ભીતિ રહે છે પણ પાણી પુરવઠા અને પાલિકા તંત્ર એ કામ સાંભળતું ન હોવાથી લોકોને મરો થઈ રહ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text